आदिवासी थानक - घुह्माई माडी - ગુહ્માઇ માડી આદિવાસી થાનક તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલું છે, ઉનાઈ નજીક પાઠકવાડી થી ત્યાં રસ્તો જાય છે, પદમડુંગરી જતા રસ્તામાં આવે છે. આ થાનક આદિવાસી થાનક છે.
સુંદર મઝાના પ્રાકૃતિક વાતાવરણમાં આ થાનક આવેલું છે, નજીક માંથી જ અંબિકા નદી પસાર થાય છે. વિક્રમ સંવત નવા વર્ષના દિવસથી ૫ દિવસ સુધી અહીં નાનકડો મેળો ભરાય છે જેથી દર્શનાર્થી ઓની થોડી ભીડ હોય છે, અહીં આદિવાસી સમાજના લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માનતા રાખવા માટે ખાસ આવે છે, દૂધ ચઢાવવા માટે પણ લોકો આવે છે.
ઘણાં લોકો અહીં નજીકના જંગલમાં રજાના સમયમાં પરિવાર સહિત આવે છે અને જમવાનું બનાવી ખાય છે તો સૌને વિનંતી કે પ્લાસ્ટિક નો કચરો પોતાની સાથે ઘરે લઈ જવો.
Post credit: amu adivasi (facebook)
0 Comments