આજે અમારા ગામમાં કનસરી રાખવામાં આવી હતી, જમણવાર માટે પરંપરાગત અડદની દાળ, રોટલા અને તળેલા મરચા હતા, જેમના ઘરે કનસરી હોય તેમના ઘર ૪-૫ વરસે કનસરી રાખવામાં આવે છે.
આ કનસરી ની પૂજા છે જેમાં આખી કનસરી ની વાત આવે છે. ભગત હાથમાં ઘાંઘડી વગાડી સુર સાથે કનસરી વિશે જણાવે છે. કુકણા ભાષામાં કનસરી એમ ઉચ્ચારણ કરવામાં આવે છે.
કનસરી એટલે કે કણી/ ધાન્ય એના વગર જીવન શક્ય નથી તો આ પૂજા કણી કનસરી ની છે અને એમાં કણી કનસરી નું જ મહત્વ સમજાવવામાં આવે છે, આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે જે આવા પૂજન પરથી જણાય આવે છે, વળી અહીં પૂજામાં પણ ધાન્ય, શાકભાજી અને ફળો જ મૂક્યા છે જેને આદિવાસી સમાજ દેવ માને છે, જેનાથી જીવન શક્ય છે એવા પ્રાકૃતિક તત્વો ને જ આદિવાસી સમાજ પુજતો આવ્યો છે જો ક્યાંક બદલાવ આવ્યો હોય તો અન્ય સંસ્કૃતિની અસર હોય શકે.
ઘેરીયા રમે ત્યારે પણ ઘેર વધાવે તેમાં બોલે કે પહેલા તો વધાવુ ચાંદા સૂરજ ને રે બેન પછી વધાવું મારી ઘેર રે.
આદિવાસી સંસ્કૃતિ ના અસલ પૂજન પોતાની ભાષામાં જ હોય છે, તેમજ પૂજા કરનાર ભગતો તો આદિવાસી ભાષા સિવાય ગુજરાતી ભાષા પણ જાણતા હોતા નથી બીજી બધી ભાષા તો રહી દૂરની વાત ! વળી એજ સૂચવે છે કે આદિવાસી ભાષાઓ સૌથી જૂની ભાષાઓ છે.
આદિવાસી સમાજના આવા અસલ પુજનો સૂચવે છે અને આજે પણ સાબિતી પૂરી પાડે છે કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હતો અને આજે પણ છે.
Post source: amu adivasi facebook
0 Comments